Sunday, 7 December 2025

 

સાયલન્સ પ્લીઝ ડો.આઇ.કે.વીજળીવાળા

ડો.આઇ.કે.વીજળીવાળા વિશે ઘણુ બધુ સાંભળ્યુ અને કોલેજ (BA) કરતી ત્યારે મકાન માલીક સાથે તેના બાળકની દવા લેવા ગઇ ત્યારે જ પહેલી વખત જોયેલ. વીજળીવાળા સહેબ ની જેવી લાગણી તેમના વિડીઓમાં જોયેલ તેવી જ લાગણી “સાયલન્સ પ્લીઝ” બુકમાં જોવા મળી.

સાયલન્સ પ્લીઝ બુક વાંચવાની મજા આવવાનું કારણ ટૂકી વાર્તા અને હક્કીકત ઘટના છે. શરુઆતની ચાર-પાંચ ઘટના (વાર્તાઓ) માં લાગણીશીલ બની ગઇ અને રડવુ આવી ગયેલ પરંતુ જેમ આગળ વાંચતી ગઇ તેમ અડધી ઘટના વાંચીને એમ થતુ કે કંઇ સારૂ બનશે/કંઇ સારો END આવશે થતુ કોઇ લેખક પોતાની વાર્તામાં શરૂઆતમાં કે વચ્ચે ટ્રેજેડી દેખાડે પરંતુ અંત તો HAPPY જ હોય પરંતુ પરંતુ વીજળીવાળા સરે જે બુકનું નામ આપ્યુ એ જ પ્રકારના મોટા ભાગની ઘટનાના અંત છે.

મને સાયલન્સ પ્લીઝ બુક માંથી આશ્રર્ય પમાણે તેવા વાક્યો :

Ø  ઇ તો અણહક્ક્નો પૈસો કેવાય જો મારે જ લેવો હોત તો દેવા શુ કામ આવત? અને હું જો ઇ પૈસો રાખુ તો મારો રામ રૂઠે.

Ø  ઇ પાકીટ કોક બેંદીકરીનું છે. એટલે એમાં ઉંબરેણ કરીને આપવુ પડે

-     હુંડી

Ø  ભગવાનના ખેલ પણ કેવા વિચિત્ર હોય છે

-     જય

Ø  સૌ પ્રથમ તો તમારે બીજા સાથે કેમ બોલવુ તેની તમીશ શીખવાની જરૂર છે. અને બીજી વાત ! મારા જુનિયર્સ ને શુ શિખવાડવું તે મને તમારે કહેવાની કોઇ જ જરૂર નથી કારણ કે એ મારુ કાર્ય ક્ષેત્ર છે.

Ø  અહીંયા તમે કહો તેમ ન થાય ! અને ગરીબ માણસના છોકરાને એના કોઇ સગા ધારાસભ્ય  નથી એટલા વાંક માટે ખાટલા પરથી ફ્લોર પર ન લઇ લેવાય”

                                                   ‌‌- ‌  જરૂર છે આજે આવી થોડીક વ્યક્તિઓની...

Ø  પોતાના સગા માટે માણસ ન દોડે અને ન કરે તો કોના માટે કરે?

Ø  તો છે ને સાહેબ ! એ કાલે મરવાની હોય ને તો છો ને આજે મરતી પણ મારા દીકરાનું લોહી તો નહીં જ આપવા દઉં. મારા દીકરા પર અમારા બધાની જવાબદારી છે. અને આમેય એ દીકરીઓ જ જ્ણ્યે રાખે છે એ કરતા ભલે મરી જતી.

-     લોહી નો સબંધ

Ø  આપણે ક્યારે પોતાની કાર લઇશું કોને ખબર બાકી એ તો આવતા મહિનાથી જ મર્સિડીમાં ફરશે!

Ø  આવા ભાગ્ય લઇને પણ આ છોકરાવ જનમતા હશે ને ?!

-     જાનું  

Ø  જુઓ બહેન! હું પૈસા તો આપુ પણ તમે એનું કરશો શું! મે પોછ્યું.

પેટનો ખાડો પુરીશ સાહેબ! ત્રણ ત્રણ દિવસથી ભુખી છું ત્રણ દિવસ તો ઝીંક્ઝીલી પણ આજે ભુખ સહન ન થઇ શકી એટલે ભીખ મગાઇ ગઇ !

Ø  એક માની નાની ઝુંપડીમાં પણ પાંચ બાળકોને સમાવેશ થઇ શકે પણ પાંચેય બાળકોના આકીશાન મહેલોમાં ક્યારેય એક માને જગ્યા નથી મળી શકતી.

-     જનેતાની હાલત

Ø  ભુલથી નહીં સાહેબ! મે જાતે જ એ દવા આપી છે. એ કંપની મારા સગાની છે. અહી બધા ડોકટર્સ દવાઓ લખે છે પણ હું જે દવા આપુ એ ચલાવી લે છે. કોઇ મને કંઇ કહેતુ નથી.

નહી ભાઇ! આ દર્દીઓની જિંદગીનો સવાલ છે અને એમાં જરા પણ બાંધ છોડ નહીં ચાલે સમજ્યા?

Ø  તમે રોજના૧૦૦ દર્દીઓ જુઓ છો તેમાંથી પાંચ દસ દર્દી ને પણ આમના ભાઇની કંપનીની દવાઓ લખી આપો એવી અમે આશા રાખીએ.

Ø  ટ્ર્સ્ટી સાહેબ તમે ક્યારેય ભુખ જોઇ છે? મે મુખ્ય ટ્ર્સ્ટીને પ્રશ્ન કર્યો. એ કંઇ પણ જવાબ આપે તે પહેલા જ હું બોલ્યો, તમે ક્યારેય ઉનાળાના બળબળતા તાપમાં ખાળીયા ખોધ્યાં છે? ક્યારેય ત્રિકમ – પાવડો ઉપાડ્યાં છે?

તો પછી મારા સાહેબ! તમને એ દસ રૂપિયાની કિંમત શું છે એ કદી નહીં સમજાય.

 

-     કપરા ચડાણ

Ø  જેમ તે દી અડધી રાત્યે ગારો ખંદતા આવ્યાંતાં એમ જ આજે ગારો ખંદતા ત્રણેય વયા જાશું. પણ ખિસ્સામાં એક ફદિયુંય રાખીને નીકળું તો માતાજીના સમ. આ દવાખાનાનું – તમારું ઋણ કે દિચુકવી શકશું એ તો મારો રામ જાણે!

-     દવાખાનાનું બીલ

Ø  હા સાહેબ !  હવે પડતુ મેલો. હું એક ભુવાને મળી આવ્યો છુ. એણે તો દાણા જોઇને સાફ કીધુછે કે છોકરીનો જીવ તો સાપ કરડયો તે દિવસે સાંજે જ જતો રહેલ છે. ડોક્ટરો તો ખાલી એનું મડદું જ ચુંથે છે એમને કહી દો કે મડદા જીવતા ન થાય.

-     મોતનીહાર

Ø  બુરા તો હમે ભી બહોત લગા થા સાબ ! લેકિન અગર મૈં ભી ઐસે હી ચિલ્લાતા તો ઉન મેં ઔંર મુજ મેં ફર્ક હી ક્યા રહ જાતા? ઔર ઇતની છોટીસી બાત કિતની બઢ જાતી ? ઔર સાબ ઇજ્જત પાને મેં પુરી જિંદગી ખર્ચ હો જાતી હૈ, લેકિન ગવાને કે લિયે સિર્ફ પાંચ મિનિટ હી કાફી હૈ !

Ø  હમારે બુઝુર્ગોને તો હમે ઐસા હી સિખાયા હૈ.ઔર રહી બાત પૈસોંકી, તો વો અગર મેરે નસીબ મેં હોંગે તો મિલ હી જાયેંગે! મગર મૈં ઉનકે જીતના બુરા બતાવ નહી કર સકતા.

-     નાયર

 

 

No comments:

Post a Comment